કોઈ સ્મિતનું સરનામું શોધી લાવો ને !!!
સ્મિત ભર બઝારે ભૂલું પડ્યું છે ...
નાનું શું બાળ ના બોલતા આવડે ,
આમ તેમ આમ તેમ જોતું ફર્યું છે ...
બાળકના ચેહરા પર હસતું હતું એ ,
પ્રિયાના હોઠે પણ મલપતુ હતું ,
માંની આંખો માં અંજાયેલું સદાય ,
મરદ ની મૂછોમાં મલપતુ હતું એ ...
આંસુ નું નામ હોય તો સરનામું આંખનું ,
નયનને ઝરુખે હિંચકતું હતું એ ,
શરમની લાલીના શેરડા મહીં
પાંપણ પછીતે સંતાતું હતું એ ....
હૈયામાં હેત હોય
આનંદનો ઉભરો વર્તાય દિલ ભરીને ,
હૈયામાંથી હોઠની કેડી સુધી દોડતું આવે ,
કોણે કહ્યું કે સ્મિતનું સરનામું હોઠ હતું ,
એ તો આનંદ છલકાવતું હૈયું જ હોય ને !!!!
No comments:
Post a Comment