Friday, February 5, 2010

વસંત ઋતુ મહેકે જયારે .....

થરથરતા હોઠોને બોલવાની ઋતુ આવી ગયી ,
મૌનનો વાણીવિલાસ સાંભળવાની ઋતુ આવી ગયી ,
પ્રેમની મંજરીને પાંગરવાની ઋતુ આવી ગયી ,
તમારા વિચારોમાં ખોવાયો એવો કે ખબર જ નાં પડી ને વસંત ઋતુ આવી ગયી ...
શબ્દોની કક્કો બારાખડી રોજ ગોઠવતો
આયના સામે રોજ એ સંવાદોને બદલતો ,
તમારા બદલાતા ચેહરાની રેખાઓ પણ એ દર્પણમાં જોતો ,
પણ તમને સામે જોતા જ બીજી ગલીમાં વળી જતો ....
ડરી જતો કે તમને કેવું લાગશે ?
તમે મારા ઇજનને કેવી રીતે મૂલવશો ???
ખબર નહોતી કે દિલ ની દુનિયા માં દિમાગ ને કોઈ સ્થાન નથી ...
દિલની ધડકનો સાંભળવા માટે કોઈ કાન નથી .....
બસ નજરનું ઉઠવું ને નજરને ઝુકાવામાં
જાણે અજાણ્યે એક સેતુ રચાય છે ,
પ્રેમની એક પગથાર રચાય છે ...
સાથે જીવવા મારવાના કોલ અપાય છે ...
પરવા નથી અંત હશે મિલન કે વિરહ નો ...
બસ તમને આ દિલ માં સ્થાન મળી જાય છે ......
વસંત ઋતુ મહેકે જયારે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ