Saturday, December 27, 2008

હું હતી ને મારું ઘર હતું....


આજે એકલી હતી ...
હું હતી ને મારું ઘર હતું....
હું ઉદાસ હતી થોડીક કદાચ એ મારા ઘરે નોંધ્યું અને...

દિવાલોએ મને પૂછ્યું: આજે કેમ તું પ્રેમથી બારી ખોલવા ન આવી?
પડદા કહે: તારો બોલકો સ્પર્શ મને ખોલે એ મને બહુ ગમે.....
ટી.વી. બોલે : કપડાથી તારું મને લૂછવું બહુ ગમે.
એના માટે ધૂળથી ઝાંખા થવુંય ગમે.....
ફૂલદાની બોલી: દોસ્ત,ફૂલોની ખૂશ્બુમાં તારા હાસ્યનો ઉજાસ તો ભર...

પાણીયારાનું માટલું કહે મને રસોડે :
લે આ મીઠા પાણીનો ગ્લાસ ભર અને પી લે,
આંખનો ખારો દરિયો મોરીમાં ઉલેચી નાખ....
તપેલી ને થાળી, ચમચી હોય કે ડબ્બા,
ગેસનો ચૂલોય ચૂપ ન રહ્યો, અનાજનું પીપ પણ પૂછી બેઠું,
ફ્રીઝ પણ દરવાજો ખોલી પૂછે: આજે તું ઉદાસ કેમ દોસ્ત??????

રાત્રે સૂવાને પથારી પાથરી ત્યારે ગાદલું ને ચાદર
આકાશના ચાંદ સિતારા પાસે કઇંક માગતા હતા...
એ સુંદર સોણલાનાં ફૂલો માંગતા હતા અને કહેતા હતા..
મારી દોસ્તને સાત સમંદર પાર લઇ જાજો......
એને કોમળ પલકો પર બેસાડીને મીઠડાં ઝૂલા ઝૂલાવજો.....

આ બધું સાંભળીને ખડખડાટ હાસ્યનું એક ઝરણું
સઘળાં બંધ ઉદાસીનાં તોડીને પાછું વહી નીકળ્યું.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ