Wednesday, October 8, 2008

મેં તમને ચાહ્યા છે મોરલીના સૂરોમાં,.....

વાંક એ મારો જ છે...
કેમ કે ...
હે કાન્હા ! મેઁ તમને ચાહ્યા છે...
રાધા બનીને એક વાર....
રુકમણી બનીને અધિકાર કરી શકતી નથી....
તારો સાથ હરદમ મળે છે મને...
તો ય આવનાર વિરહનો ડંખ છોડતો નથી....
વિરહના ડરે તને ચાહવાનું કેમ છોડું..???
તારી મોરલીનો મધુર સૂર શેઁ ન બનું..???
વૃંદાવનની કુંજગલીમાં જ્યારે તું ગાયો ચારે
ત્યારે તારી સાથે રાસ રમવાનો લ્હાવો કેમ છોડું ...????
વરસોનો વિરહ ભોગવ્યો'તો મેં સીતા બનીને
હવે એટલા વરસનું મિલન બની તારો સાથ છોડું....!!!!

વાંક એ મારો જ છે....
કેમકે કાન્હા,
મેં તમને ચાહ્યા છે મોરલીના સૂરોમાં,
મોરપિચ્છ બની,
મીરાના વિષમાં રાધા બની..........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ