Wednesday, January 18, 2012

સાચો પ્રેમ કયો કહેવાય ???

દિલ તૂટવાનો મારે કોઈ પ્રસંગ નથી આવ્યો ,
કેમકે મેં દિલને સંતાડીને મૂકી દીધું છે કબાટમાં ...
બહુ અણમોલ છે ખુદાની આપેલી વિરાસત એ
જયારે આવશે કોઈ એને લાયક એ
બંધન તોડી જતું રહેશે એની પાસે .....
====================================
મને પ્રેમ થયો હોય
એની નિશાની શું હશે ??
ફક્ત આંખો બંદ કરી દો
એની તસ્વીર સન્મુખ હશે ???
====================================
ક્યારેક પ્રેમ થયો હોય એનો ભ્રમ કેમ થાય છે ???
કેમકે ત્યાં દિલની નહીં દિમાગની ગવાહી હોય છે ....
====================================
સાચો પ્રેમ કયો કહેવાય ???
તમે જેને ચાહો એ નહીં
તમને જે ચાહે પુરા દિલથી એ તમને મળે ........
તમે એને દર્દના કાંટા આપતા રહો
એ તમને હાસ્યના પુષ્પો મોકલતા રહે ...
તમારા આપેલા આંસુના બદલામાં
એ તમારા હોઠને એક હાસ્ય આપતા રહે ...
તમારા ગમના રસ્તા પર ખડક બની ઉભા રહે
અને ગમને તમારી રાહ બદલી જતા રહેવા મજબુર થવું પડે ....
તમે એને નફરત આપો તોય
એ તમારાથી ક્યારેય નફરત ના કરી શકે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ