અચાનક બધું ખાલી ખાલી લાગે છે ,
છે ભીડ લોકોની બહુ ઘરમાં ,
તોય જાણે પારકું લાગે છે ,
રાહ નથી તો પણ કોઈ આવતું લાગે છે ...
જાણે આકાશને તાકતા એમ જ
મેઘધનુષ્ય દેખાય છે ,
કાળા વાદળ તો ક્યાંય નથી ,
પણ એ આભે ટાંકેલું લાગે છે ...
મનને ક્યાં ક્યારેય મૌસમની સરહદ હોય ,
એને તો ભર ઉનાળે પણ ચોમાસું હોય ...
એક પળ વિતાવવી યુગો જેવી લાગે ,
તો પણ સૂરજના ઢળતા જ સાંજ લાગે ...
થાકેલું નથી શરીર તોય
રાત્રે ઓશીકે માથું મૂકતા જ વિશ્રામ લાગે ...
બહુ ચાલતા રહ્યા લોકોની ભીડ વચ્ચે ,
ઓરડાના એકાંતમાં જાણે મન મસ્તી માં ગુલતાન લાગે ...
છે ભીડ લોકોની બહુ ઘરમાં ,
તોય જાણે પારકું લાગે છે ,
રાહ નથી તો પણ કોઈ આવતું લાગે છે ...
જાણે આકાશને તાકતા એમ જ
મેઘધનુષ્ય દેખાય છે ,
કાળા વાદળ તો ક્યાંય નથી ,
પણ એ આભે ટાંકેલું લાગે છે ...
મનને ક્યાં ક્યારેય મૌસમની સરહદ હોય ,
એને તો ભર ઉનાળે પણ ચોમાસું હોય ...
એક પળ વિતાવવી યુગો જેવી લાગે ,
તો પણ સૂરજના ઢળતા જ સાંજ લાગે ...
થાકેલું નથી શરીર તોય
રાત્રે ઓશીકે માથું મૂકતા જ વિશ્રામ લાગે ...
બહુ ચાલતા રહ્યા લોકોની ભીડ વચ્ચે ,
ઓરડાના એકાંતમાં જાણે મન મસ્તી માં ગુલતાન લાગે ...
No comments:
Post a Comment