Thursday, June 14, 2012

એ સાંજ આ મિલનની સાક્ષી...

કાલે સૂરજ  થોડો ઉતાવળે જતો રહ્યો ,
એને ઘેર મેહમાન આવવાના હતા ,
પોતાની પવન બ્રાંડની નવી સ્પોર્ટ્સ કાર  લઈને ,
ધૂંવાધાર સ્પીડે આવી પહોંચ્યા મેઘરાજા ...
પણ એના સ્વાગતમાં હું એક લાલ ગુલાબનું
ફૂલ લઇ ઉભી રહી અગાશીમાં ,
તાકતી એનો સોહામણો ચેહરો ,
ગુલાબની દાંડી પર રહી ગયેલો એક નમણો કાંટો ,
પેલી કારના ટાયરમાં પંક્ચર કરી ગયો ,
અને મેઘ અનરાધાર વરસી ગયો ....
બેઉ બાહોં  ફેલાવી આકાશે ,
પૂર્વ થી પશ્ચિમ
ઉત્તરથી દક્ષીણ ..
દેખાતી ક્ષિતિજની સાક્ષીએ ..
આંખો બંદ કરીને ઝીલી રહી હું
એ પહેલી ધારના  પ્રેમનું સ્પંદન મેઘનું
જે ધરતી અને મને ભીંજવી ગયું ભરપુર .......
હું અને વરસાદ ..આંખો મીંચીને
બસ ભીંજાતા રહ્યા ...
અને એ સાંજ આ મિલનની સાક્ષી બની .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ