Wednesday, February 8, 2012

એ પ્રેમ છે

જેને શબ્દોથી બાંધી ના શકાય એ પ્રેમ છે ,
જે હૃદયમેં ઉગે છે એમ કે ખબર પણ ના પડે એ પ્રેમ છે ,
જેમાં માણસ ખુદને પણ ભૂલે છે એ પ્રેમ છે ,
જેમાં વાચા મૌન બનીને મ્હોરે એ પ્રેમ છે ,
જ્યાં આંખોને વાણી બનાવી કૈક કહેવાય છે એ પ્રેમ છે ,
જ્યાં નજર નજરથી વાતો કરે એ પ્રેમ છે ,
થાય છે ગુપચુપ પણ પછી જગત જાણે છે એ પ્રેમ છે ,
એના વગર દુનિયા અધુરી લાગે એ પ્રેમ છે ,
જેની સામે સંતાઈને જોવાનું મન થાય એ પ્રેમ છે ,
જ્યાં કોઈના દિલમાં રહેવાનું મન થાય એ પ્રેમ છે ,
જ્યાં કોઈનો કબજો આપણા દિલ પર થઇ જાય છે એ પ્રેમ છે ,
ના કહેવાય છે જેની પીડા પણ હસતા હસતા સહી જવાય 
એ પીડાનું નામ જ તો પ્રેમ છે ....
સમર્પણનું બીજું નામ પ્રેમ છે ..
એક વસંતનું નામ પ્રેમ છે ...
એક પાનખર બની એકલા બેઠેલા વૃક્ષનું નામ પ્રેમ છે ....
જે કોઈના માટે જીવી લેવાય એ પ્રેમ છે ,
બસ દિલ એક ધડકન ચુકી જાય કોઈના સમીપ આવતા 
એ એહ્સાસનું નામ પ્રેમ છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ