એક દિવસની સાંકળમાં બંધાઈ જાય એ મારો પ્રેમ ના હોય ,
બસ એક યાદ બની સંતાઈ જાય એ મારો પ્રેમ ના હોય ,
જે આંખોમાં આંખો નાખી વંચાઈ જાય એ મારો પ્રેમ ના હોય ,
જેનાથી પ્રેમનો અર્થ ખોવાઈ જાય એ મારો પ્રેમ ના હોય !!!!!!
મારો પ્રેમ તો મારા પહેલાથી હોય
મારો પ્રેમ તો મારા પછી પણ હોય ,
મારો પ્રેમ કોઈ દિવસ નો મોહતાજ ના હોય ,
મારો પ્રેમ તો રાતોમાં થતો ઉજાગરો હોય !!!!
મારો પ્રેમ કોઈની રાહ જોતા થાકતો ના હોય ,
મારો પ્રેમ તો એક બારીમાં કોણી ટેકવી
સામે આવતા રસ્તા પર કોઈના પગલાની નિશાની તાકતો બેઠો હોય !!!
મારો પ્રેમ તો તારાઓમાં સંતાકુકડી રમતો હોય ,
એ ચાંદ પણ જેને જોઈ મલકાતો હોય ,
મારો પ્રેમ તો સાથે ચાલતા રહેવાની તૃષ્ણા ન હોય ,
મારો પ્રેમ તો દિલના ઘરમાં જીવતી એક જિંદગીહોય !!!!
મારો પ્રેમ તો સામે આવીને પણ ઓળખાઈ ના જાય !!
મારો પ્રેમ તો તારા ચાલતા ચરણને ધોતી ધૂળની રજકણ હોય !!!
મારે નથી સમજાવી પ્રેમની વ્યાખ્યા ના હોય ,
મને સમજ્યા બાદ કશું સમજવાનું બાકી ના રહે એ એહસાસ હોય !!!!!
No comments:
Post a Comment