બસ એક નિ:શબ્દ રહીને કહેવાની વાત છે ,
મારો પહેલો પ્રેમ તો મારું એકાંત છે ...
મારું દિલ એક એવું ઘર છે
જ્યાં બારીઓ છે પણ બારણા નથી ..
માથે ઢંકાયેલું અસીમ આકાશની એક છત છે,
અને મારા પગને ટકાવતી જમીન છે ...
જ્યાં સૂરજના કિરણો આવે છે નિ: સંકોચ રમવા ,
પણ ચાંદની આવતા શરમાય છે ...
મારા હાથની આંગળીઓથી
તારાઓમાં આકૃતિઓથી રચાતું એક એકાંત છે ,
ચાંદનીની વિરહવ્યથા દોરતું એક એકાંત છે ,
તપ્ત સૂરજમાં પ્રસ્વેદથી ઓગળતું એક એકાંત છે ...
મારું દિલ ઓગળતું પીગળતું અને જામતું એક ધામ છે ....
લોકો કહે છે કે હું કેમ કોઈને મળતી નથી ક્યાંય ?
પણ આ બધાને એકલા મુકીને મારાથી જવાતું નથી ....
હું અને એકાંત ચાલ્યા કરીએ છીએ
અને મૌન અમારું વાતો કરતુ રહે છે ......
એટલે જ મારો પહેલો પ્રેમ એકાંત છે ....
No comments:
Post a Comment