Monday, February 20, 2012

મહાશિવરાત્રી : બમ બમ બોલે ..

મારા હૈયાના ડંખ આજે વિષથી દબાવી દીધા ,
સાંભળ્યું કે ઝેર જ ઝેરનું મારણ છે ......
ક્યારેક મોટી મહેલાતોના વૈભવ થી આકળા થવાય
તો શિવજી નો ભેટો થઇ જાય છે સ્મશાનમાં ...
વેગ ભાગીરથીની ઝીલવા જેવી ધરા મજબૂત ના હોય
તો જટા શિવજીની એને આસાનીથી ઝીલી જાય છે ....
પૂનમનો ચાંદ તો  ઝંખે હર કોઈ
અર્ધ ચંદ્ર તો શિવજીના શિરે સોહાય છે ....
સોળ શણગાર કરીને હર કોઈ રાજી થાય એ વરદાન દેનાર
શિવજી તો સર્પોની માળા પહેરી ડમરું વગાડે છે ....
વ્યાઘ્રચર્મનો પોશાક પહેરીને શિવજી ના વરઘોડામાં
ભૂત પ્રેત પણ નાચતા કુદતા આવે છે ...
ભસ્મ ચોળીને સ્મશાનની સમગ્ર દેહે ચોળી
એક સંદેશ શિવજી આપે છે ....
મારું મારું કરીને પાપના પોટલા બાંધ ના ઓ જીવ
આખરે તો એક દિન તારે સ્મશાનની રાખ થઇ જાવું છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ