Sunday, February 19, 2012

પાટીમાં લખેલા પહેલા અક્ષર જેવી

આકાશમાં રાત્રિના અંતિમ પ્રહરે ઉગેલો ચાંદ,
લાગે એવો જાણે ધનુષ એકલું વિહરે શોધતું એક બાણ....
===========================================
ચાલતા ચાલતા રોકાઈ જતા ચરણોને થયો આભાસ
જાણે કોઈ પાછળથી આવી બહુ વરસે દે છે મને સાદ ....
===========================================
એને શોધતા શોધતા હું નિરાશ થઇ બેસી જાઉં જયારે ,
અંદરથી એક સાદ આવે એનો ,હું તો અહીં જ છું દિલમાં ....
===========================================
મને તિમિરની બીક લાગતી જ નથી મારું નામ નિશા છે ,
હા,પૂનમનો ચાંદ મને ક્યારેક ડરાવી જાય છે રાતોમાં ....
===========================================
મને સંતાઈને રહેવાની મજા આવે છે ,
સામે આવીને ઓળખાઈ જવાની પણ એક સજા હોય છે .....
===========================================
મારા સુધી આવી જવું એટલું આસાન હોય છે "પ્રીતિ "
કે મારા જતા રહ્યા બાદ જ જ્ઞાત થાય છે કે હા ,આ તો હું જ હતી ...
===========================================
સરળતાથી મૂંઝાઈ જતા લોકોને શું કહેવું ,
પાટીમાં લખેલા પહેલા અક્ષર જેવી છું હું ...લખાતી,ભૂંસાતી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ