ક્યારેક એકલા એકલા જીવવાની પણ મજા છે ,
કોઈ ઘરમાં હોય નહીં તો ખુદ સાથે ચાલવાની રજા છે ....
બસ સુસ્તીથી ઓશિકાની આડશે સંતાઈ જઈને
જાગતા જાગતા આંખ બંદ રાખવાની મજા છે .....
એક ચાનો કપ હાથમેં લઇ ક્ષિતિજને તાકતા રહેવાની રજા છે ...
ચા કપમાં ઠંડી થઇ જાય ત્યાં સુધી ખિસકોલીની દોડ જોવાની મજા છે ...
ઠંડી ઠંડી સવારમાં બપોર સુધી નહીં નાહવાની રજા છે ...
પછી મસાલા ખીચડી સાથે દહીં ખાવાની મજા છે ....
બસ મિત્રોને ફોન કરીને લાંબી લાંબી ગોષ્ઠીમાં ખુદને શોધવાની રજા છે ...
પછી કોઈ એક પુસ્તક શોધી એમાં ખોવાઈ જવાની મજા છે ....
ચાલો દિવસ તો પૂરો થઇ ગયો અને સાંજ આવવાની લે રજા છે ...
ત્યારે કોઈ હેતુ વગર શહેરની સડક પર એકલા એકલા ચાલ્યા કરવી મજા છે ....
રાત્રે રીમોટ કંટ્રોલ પર ચેનલ બદલતા ત્યાંજ સુઈ જવાની રજા છે ,
એક રાત્રી બત્તી ચાલુ રાખી નિદ્રાધીન થઈને અર્ધી રાત્રે જાગવાની મજા છે .....

1 comment:
સુંદર રચના,
ખરેખર મજા આવે છે ઘણી એકલા જીવવાની.
Post a Comment