Friday, February 17, 2012

આ કાગળ ટપાલી બની

આજે મારી ત્રણસોમી પોસ્ટ આ બ્લોગ પર લખતા દિલ ખુશ થાય છે પણ જેનો જીવંત વારસો લેખનનો મળ્યો છે એ પિતાની હું ઋણી રહીશ અને મારા માતા પિતાને આ કવિતા સાદર સમર્પિત કરું છું .......
=======================================================================
મારી વૃદ્ધ પિતાના ચેહરા પર પડેલી
કરચલીઓમાં મને અનુભવની કથા વંચાય છે ....
મારી માંની ઝાંખી  આંખોમાં મને
હજીય વહાલના અમૃતનું ઝરણું વહેતું દેખાય છે ....
મારો કમ્પાસ બદલી નાખતો ભાઈ
હવે મારે ઘેર માત્ર એ જોવા આવે છે કે હું ખુશ તો છું ને ???
તમારા સૌથી જિંદગીની નિયતિએ મને દૂર કેમ કરી ???
પૂછું છું આજે ભગવાનને
તે મને દીકરી કેમ કરી ?????
દરેક સ્મૃતિ વાગોળતા ક્યારેક દિવસ ઢળી જાય છે ...
રોટલી શેકતા શેકતા મારી આંગળી દાઝી જાય છે .....
હૃદયનો ટુકડો કરી આંખોથી દૂર થવાનું
કેમ વિધાતા નિર્ધારે છે ????
એ જરૂર પુરુષ હશે એટલે જ તો એ
દીકરીને દૂર મોકલી ખુશ થાય છે ..........
સહેતા સુખ દુખ સલુકાઇથી હસતા હસતા
દીકરી એ દુખના આંસુને પણ ખુશી બતાવી  કહેતા ...
હે કુદરત !!!! કરમ મારા પર એટલો તો કર
મારી યાદનો આ કાગળ ટપાલી બની
મારા વૃદ્ધ માતા પિતા સુધી પહોંચતો તો કર !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ