બસ એક જ ખામી છે એમાં
એ કશું બોલતી નથી ,
જયારે ખુબ રડે છે
ત્યારે પણ કોઈ ફરિયાદ કરતી નથી ....
બસ એક જ ખામી છે એમાં
એ ક્યારેય કશું કહેતી નથી ,
જયારે કહેવું હોય છે
ત્યારે મારી સામે મૌન બની ઉભી રહી જાય છે ...
બસ એક જ ખામી છે એમાં
એ જિંદગીને દિલ થી ચાહે છે ,
તોય જિંદગીથી દૂર ભાગે છે ,
એની માટે સર્જાયેલી ખાસ પળો બીજાને દઈ જાય છે ....
બસ એક જ ખામી છે એમાં
એ પોતાના વિષે સાવ અજાણ બની જાય છે ,
એમાં રહેલા પ્રેમના ઝરણામાં પણ
મીનપિયાસી બની જીવી જાય છે માત્ર બીજા માટે ....
બસ એક જ ખામી છે એમાં
એ ખુદ સાક્ષાત પ્રેમનો પર્યાય છે ,
તોય એ કસ્તુરી મૃગ શી ક્યાંય દોડી જાય છે ,
મને પ્રેમમાં નવડાવતી વફાની દાસ્તાન સુણાવીને
પ્રેમનો એકરાર કરતા સદાય અચકાય છે ...
અને કહે છે મને પ્રેમ નથી ...........

No comments:
Post a Comment