Wednesday, February 15, 2012

ક્યારેક બપોરને આવતી આળસ

ક્યારેક બપોરને આવતી આળસ
સાંજને એક શમણું આપી જાય તો કેવું ???
બસ એક બપોર એવો વખત છે
જયારે હું મારી સાથે એકલી એકલી ચાલ્યા કરું
હું હોઉંને મારું એક મનોવિશ્વ હોય !!!!
ઘણા બધા સાથે હોય તોય કોઈ ના હોય આસપાસ ,
કહે છે આતો બસ નિસદિન  ભરાતા યાદોના મેળા હોય ..
કોણ ક્યાં શું કહી જાય એ ખબર ના હોય
બસ ખબર એટલી જ પડે કે
એ જરૂર આપણી જિંદગીનો એક હિસ્સો હોય !!!
રવિને કહેતી હોઉં કે સવારની પહેલી કિરણ મારું પ્રભાત છે ,
સાંજે તારું ઢળી જવું
એ બીજી સવાર માટે થતો એક ઇન્તઝાર છે ...
તારા ઉદયથી તારા અસ્ત  સુધી
જીવાતી જિંદગીમાં એક બપોર છે ...
જ્યાં એક વિરહવ્યથા અને એક મિલનની ચાહ છે .........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ