બહુ નાનકડું દિલ છે ,
મુઠ્ઠી ભર તો એનું કદ છે .....
પણ એમાં સમાયેલો છે લાગણીનો મહાસાગર ,
એમાં ભેળવેલું પ્રેમનું નમક,
જાણે જીવનને મીઠું બનાવી જાય છે .....
હોય આપણું તોય આપણે છેતરી જાય છે ,
બસમાં નથી રહેતું ખુદના
અને કોઈ બીજાનું થઇ જાય છે ....
આ દિલ બસ એવું જ છે ....
એ નથી પાસ એને ઝંખે છે .....
કશું કહેવાની કોશિશ નથી કરી અહીં
પણ છતાય જેને કહ્યું છે એ સઘળું સમજી જાય છે ...
મુઠ્ઠી ભર તો એનું કદ છે .....
પણ એમાં સમાયેલો છે લાગણીનો મહાસાગર ,
એમાં ભેળવેલું પ્રેમનું નમક,
જાણે જીવનને મીઠું બનાવી જાય છે .....
હોય આપણું તોય આપણે છેતરી જાય છે ,
બસમાં નથી રહેતું ખુદના
અને કોઈ બીજાનું થઇ જાય છે ....
આ દિલ બસ એવું જ છે ....
એ નથી પાસ એને ઝંખે છે .....
કશું કહેવાની કોશિશ નથી કરી અહીં
પણ છતાય જેને કહ્યું છે એ સઘળું સમજી જાય છે ...
No comments:
Post a Comment