નફરત કરતા પહેલા
પ્રેમ શીખવો જરૂરી છે ,
કોઇથી દૂર થતા પહેલા
કોઈની નજીક રહેવું જરૂરી છે .....
ઓળખાણ ના હોય જેની
એને ઓળખવા જરૂરી છે ..
કોઈની ઓળખ આપવા
પહેલા એક ઓળખ બનવું જરૂરી છે .....
જિંદગીમાં કોઈને ખરાબ કહેતા પહેલા ,
ખુદ સારું થવું જરૂરી છે ....
કોઈનું દિલ તોડવા
પોતે સંપૂર્ણ વિખરાઈ જવું જરૂરી છે .....
જીવનનો અર્થ જાણવા માટે
મૃત્યુની નિકટ હોવું જરૂરી છે ,
જિંદગીને વર્ષોમાં નહિ
બસ છેલ્લી પળ સમજી જીવી જવું જરૂરી છે .....
No comments:
Post a Comment