એ બદલાઈ ગયેલા શહેરની સડકોને
યાદ નથી કે મારો પહેલો શ્વાસ અહીં લીધેલો ...
મને યાદ છે પણ હું બદલાઈ ગયી છું ,
એને યાદ નથી પણ મને ખબર છે એ બદલાઈ ગયી છે ....
છતાય મારા જન્મ સાથે જોડાયેલી
એની હવા ,
એ પહેલો શ્વાસ ,
એ પહેલી પગલી ,
ચલ આજે બધું યાદ કરાવવા માટે તને
મારી જન્મભૂમી ,
તારો ખોળો ખુંદવા હું આવું છું ....
એ તારા નવા રંગ રૂપને જોવા ,
એ જોઇને એને ચાહવા ,
એને ચાહીને એને યાદ રાખવા ,
એ ધરતીને ચૂમવા ,
એને ધન્યવાદ કરવા ,
હું આવું છું .....તારી પાસે ...
કેટલાક આંસુ તારી ગોદમાં વહેવડાવવા .....
કેમ કે તને ભૂલી નથી અને તે મને યાદ રાખી નથી ,
ફરિયાદનું પોટલું લઈને આવીશ
પણ ખબર છે એ પોટલું ઘેર રહી જશે ,
અને હું એકલી તારી પાસે દોડી આવીશ ....
મારી જન્મભૂમી ....
મારા અમદાવાદ .....
No comments:
Post a Comment