Thursday, February 2, 2012

એકલા પડી જાય છે .....

મનની  ચંચળતા બહુ અટપટી છે ,
લાગે છે ચાલવામાં સરળ પણ 
ત્યાં તો આંટીઘૂંટી છે ....
એક કદમ આગળ ચાલતું ક્યારેક 
તો બે કદમ પાછળ હટે એ ચાલતા ચાલતા ....
તેને તો એ જોવું છે જે આંખ દેખાડતી નથી ,
તેને તો એ કરવું છે જે કોઈએ કર્યું નથી ,
એ ચાહે છે એનો સાથ 
જેને તેના સાથની કોઈ જરૂર નથી ....
જેની સાથે ચાલે છે એ 
એ તેના વગર અધૂરા છે ....
બધું જાણે છે છતાય અજાણ બની જાય છે ,
શાંત સમુદ્ર દેખાય ક્યાંક તો 
એ મધ દરિયે તોફાન બની જાય છે ,
સુઈ જાઉં હું તો એ સુવા ઇનકાર કરી બેસે છે ,
મીંચીને પડી રહું છું આંખો જયારે 
ત્યારે સપનું બનીને સતાવે છે ....
એના જોએલા સપના નિદ્રા સાથે ચાલ્યા જાય છે ,
અને પછી એક હું ને એક મન 
બેઉ  એકલા પડી જાય છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ