ફાગણની ફોરમ દૂર દૂરથી આવે છે
જુઓ વસંતનો વાયરો રંગોની ખબર લાવ્યો !!!!
પેલી આળસ મરડતી સવાર હંસતી હંસતી આંખો ખોલે છે ,
અને થોડો તડકો ચડે તો ભૂલ થી કોયલ બોલે છે ....
કાલે ખાલી થઈને ઉભા હતા જે ઝાડ ,
આજે એમની પાસે પાંદડું ફૂટ્યાની વધામણી છે ,
પેલા મૂળે સિંચાઈને બેઠેલા ડાળખાં પર
એક કળી ખીલ્યાની કહાણી છે ....
કોણે કહ્યું પ્રકૃતિ ઠરી ગયી છે ???
જુઓને એ તો ધીરે ધીરે અંગડાઈ લઇ રહી છે !!!
આંબે આવશે હવે લૂમે લૂમે મ્હોર,
અને દાદા વાયદો કરશે કે વાર્તા કહીશું પોર ....
કોયલ સંતાઈને ગ્રીષ્મને સાદ પાડશે
ત્યારે વસંત કહેશે
ધીરે ધીરે બોલાવજે એને ,
હજી મારે એના માટે ધરતીને
ફૂલોથી શણગારવી બાકી છે !!!!!
તડકો એકલો પડી જશે પછી ,
એને ફૂલોની જાજમ બિછાવી કોણ આવકારશે ????
ચાલો મ્હોરી જઈએ એક વાર પ્રેમના રંગો માં ડૂબીને ,
મારે આંગણે આવી ઉભી આજે પંચમદિન વસંત બની !!!!!
No comments:
Post a Comment