ક્યાંક કોઈ વાંસળીનો સૂર સંભળાય
ને કાન્હા તારી યાદ આવે ,
એ સૂરમાં મન ડૂબી જાય ,
ને પછી નિજ અસ્તિત્વ શાને યાદ આવે ???
કાન્હા તને દૂરથી ચાહવાની મજા જ કઈ ઓર છે ....
એ વેણુનો નાદ મને કાન માં કહે છે ,
કેટલો દૂર છે તું મારાથી ??
અને પછી મને તારી દુરીનો ગમ યાદ આવે ....
રૂદિયામાં બેસાડીને સંતાડી દીધો છે તને
મને સુતી મુકીને ચાલ્યો જાય તું
અને પછી મંદ મંદ મુસકાય
જયારે તને પણ મારી યાદ આવે ....
કાન્હા ના હું તારી રાધા ,
ના હું તારી યશોદા ના દેવકી ,
બસ વ્રજની ગોપી બનીને જીવી જાઉં તારી સાથે ,
કે તારી લીલાઓમાં લોકોને મારી પણ યાદ આવે !!!!!
ને કાન્હા તારી યાદ આવે ,
એ સૂરમાં મન ડૂબી જાય ,
ને પછી નિજ અસ્તિત્વ શાને યાદ આવે ???
કાન્હા તને દૂરથી ચાહવાની મજા જ કઈ ઓર છે ....
એ વેણુનો નાદ મને કાન માં કહે છે ,
કેટલો દૂર છે તું મારાથી ??
અને પછી મને તારી દુરીનો ગમ યાદ આવે ....
રૂદિયામાં બેસાડીને સંતાડી દીધો છે તને
મને સુતી મુકીને ચાલ્યો જાય તું
અને પછી મંદ મંદ મુસકાય
જયારે તને પણ મારી યાદ આવે ....
કાન્હા ના હું તારી રાધા ,
ના હું તારી યશોદા ના દેવકી ,
બસ વ્રજની ગોપી બનીને જીવી જાઉં તારી સાથે ,
કે તારી લીલાઓમાં લોકોને મારી પણ યાદ આવે !!!!!
No comments:
Post a Comment