હું એક અલ્હડ પતંગ !!!!
આકાશને આંબતી
પણ જમીન થી જોડાયેલી ...
જમીનથી જોડે મને એક દોર...
પણ મને આકાશને અડી લેવાના કોડ !!!
પંખીઓ સાથે ઉડાઉડ કરવાની ઉમંગ
અને હવા સાથે વાતો કરવાનો ચાલે છે એક દોર .....
હવા મને કહે ચલ મારી સાથે ,
હું કહું દોરીની બેડીથી બંધાઈ
હું કેમ આવી શકું તારી સાથે ???
હવાને એક તુક્કો આવ્યો ,
એણે મને એક ઢાલ સાથે લપેટી દીધી ,
પળ ભરમાં તો મારી દોર કપાઈ,
અને આ અલ્હડ પતંગ હવા સાથે જોડાઈ ....
ક્યાં જઈશ એતો ખબર નથી ,
ક્યાંક ફાટી જઈશ કે કોઈના હાથે પકડાઈશ??
ચલ પેલા ઘટાદાર વૃક્ષ પર બેસીને પંખી બનું ??
ત્યાં બેઠી છે ઘણી સખીઓ મારી ,
એની સાથે ગપ્પા ગોષ્ટી ચલાવું!!!!
જાણું છું એક દિનનું આયુષ્ય મારું ..
પણ આકાશને અડ્યા પછી હવે ના કોઈ અભરખા ....
હું એક અલ્હડ પતંગ !!!!
આકાશને આંબતી
પણ જમીન થી જોડાયેલી ...
આકાશને આંબતી
પણ જમીન થી જોડાયેલી ...
જમીનથી જોડે મને એક દોર...
પણ મને આકાશને અડી લેવાના કોડ !!!
પંખીઓ સાથે ઉડાઉડ કરવાની ઉમંગ
અને હવા સાથે વાતો કરવાનો ચાલે છે એક દોર .....
હવા મને કહે ચલ મારી સાથે ,
હું કહું દોરીની બેડીથી બંધાઈ
હું કેમ આવી શકું તારી સાથે ???
હવાને એક તુક્કો આવ્યો ,
એણે મને એક ઢાલ સાથે લપેટી દીધી ,
પળ ભરમાં તો મારી દોર કપાઈ,
અને આ અલ્હડ પતંગ હવા સાથે જોડાઈ ....
ક્યાં જઈશ એતો ખબર નથી ,
ક્યાંક ફાટી જઈશ કે કોઈના હાથે પકડાઈશ??
ચલ પેલા ઘટાદાર વૃક્ષ પર બેસીને પંખી બનું ??
ત્યાં બેઠી છે ઘણી સખીઓ મારી ,
એની સાથે ગપ્પા ગોષ્ટી ચલાવું!!!!
જાણું છું એક દિનનું આયુષ્ય મારું ..
પણ આકાશને અડ્યા પછી હવે ના કોઈ અભરખા ....
હું એક અલ્હડ પતંગ !!!!
આકાશને આંબતી
પણ જમીન થી જોડાયેલી ...
No comments:
Post a Comment