ક્યારેક ક્યારેક કાગળ કોરો છોડી દેવાની મજા છે ,
લખેલા શબ્દોમાં ઓળખાઈ જાય છે માણસ....
============================================
ક્યારેય કોઈની સામે આવી જતા ગભરાઈ જાઉં છું ,
મારી તગતગતી આંખોમાં એને લાગણી વંચાઈ જવાના ભયથી ...
============================================
જેના સીમાડા દેખાતા નથી એ ક્ષિતિજને ચાહવાનું છોડવું નથી ,
કેમકે જિંદગીના રસ્તા તો ત્યાંથી શરુ થાય છે કદાચ ....
============================================
તારી તસ્વીરો કોરા કાગળ પર બનાવીને રાખી છે અનેક ,
તો ય મને ખાતરી છે કે તારો ચેહરો આમાંથી કોઈ નહીં હોય ...!!!!!
=============================================
આ શબ્દો મારી લક્ષ્મણરેખા છે કેમકે ,
અહીની આંટીઘૂંટીમાં અટવાઈને
મારા સુધી પહોંચવાનું ભૂલી જવાય છે ,
અને હું રહસ્ય બનીને ઘૂંટાતી રહું છું એના મનમાં !!!!
No comments:
Post a Comment