તારા વગર એકલા ચાલવાની કોશિશ કરું છું ,
છતાંય ઠોકર વાગે ત્યારે તારો હાથ શોધું છું ....
============================================
ક્યાં છે તારી અને મારી લાગણીઓનું સરનામું ?
બંધ પાંપણોમાં તરતી ભીનાશમાં રહે છે મારી આંખમાં ...
============================================
તને યાદ કરવાનો સમય ક્યાં છે મારી પાસે ??
તને ભૂલવાની ક્યારેય કોઈ કોશિશ નથી કરી મેં ...
============================================
અજાણ રાહો પર ચાલતા અંજામની પરવાહ નથી કરી
જ્યાં સુધી કદમ ચાલતા રહે છે રસ્તાઓ ખૂટતા નથી ક્યારેય ....
============================================
No comments:
Post a Comment