આજે સવારે આંખો ચોળતો સુરજ આવ્યો ,
મારા કાનમાં રાત્રે જોયેલું સપનું કહ્યું ,
તેને એક પરી મળવા આવી હતી ,
અને એ થોડી વાર માટે બુઝાઈ ગયો હતો ....
અને હું ખડખડાટ હંસી પડી ,
મેં એને કહ્યું ...
અરે એટલે તો તું હું કાલે તારા મેદાનમાં આવીને
સંતાકુકડી રમી ગયી ,
તારી પરી હું નહોતી ,
પણ તારી બુઝાયેલી આગથી
બરફના જામેલા થોડા કણ પીગળાવી ગયી ....
સુરજ કહે : મેં તો ગપ્પું માર્યું !!!
તો મેં સુરજને કહ્યું : હું પણ મારું સપનું જ કહેતી હતી !!!!!
No comments:
Post a Comment