Thursday, January 5, 2012

તારી પાસે ...

બસ રસ્તાનો આ અંત છે કે આરંભ ???
વાંકા ચુકા રસ્તા પર ફરતા ફરતા
આવી ગયા પર્વતની ટોચ પર ...
પણ અહીં નરી એકલતા છે ,
લાગે છે હું ઉપર અને દુનિયા નીચે છે ,
પણ આ બધો આભાસ છે ,
દુનિયા છે એનાથી કેટલી નાની લાગે છે ???
અને આકાશ ઘણું મોટું ....
બસ એક પાંખોની કમી છે ઉડવા માટે ...
પણ અહીં નરી એકલતા છે .....
મારે એકલા નથી જીવવું ...
મારે એકલા નથી રહેવું ....
મારું મન ઝંખે છે સાથ કોઈનો ,
જે મારી સાથે હસે,મારી સાથે રડે ,
મારી વાતો સાંભળે અને મને વાતો કહે ....
હું આવું છું ખીણમાં પાછી...
તારી પાસે ...
તારા વગરની પર્વતની ટોચ શું કામની ???????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ