Wednesday, February 22, 2012

બીક લાગે છે ...

કોરા કાગળને વાંચી લેવાની તાલાવેલી છે ,
એના કવર પર નામ મારું છે ...
તારા સરનામાં વગર મોકલેલ એ પત્રને
લાગે છે કે જવાબની તો રાહ છે ....
અરે દુનિયાના કોઈ ખૂણે બેસીને યાદ કરે
પણ મળતા જ ઓઝલ થાય એક સપના સમો ...
એ તારો અને મારો સથવારો
કદાચ આ જન્મનું બંધન અતુટ છે ........
એ કોરા કાગળ પર રોજ કશું લખાય છે ,
તોય બીજી સવારે એ કોરો જ દેખાય છે ,
તું રાત્રીના ત્રીજા પ્રહરે
મારા સપનામાં આવવાને બહાને
કદાચ એના અક્ષરો ચોરી જાય છે ......
એ સરનામે જેની મને ખબર જ નથી ,
પણ તું જ્યાં હોય એ જ મારું સરનામું છે 
એ તને ક્યારેય ના કહું ...
મારા દિલના દરવાજા ખોલીને જોઈ જાય 
એ બીક લાગે છે ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ