ફૂલ ક્યારેય ડાળીને પૂછીને ખીલતું નથી ,
દિલ પણ કોઈને પૂછીને પ્રેમ કરતુ નથી ,
મહેક ફૂલની એની જિંદગીની યાદ બની જાય છે ,
તૂટેલું દિલ પ્રેમની ફરિયાદ બની જાય છે .....
=================================
ક્યારેક કોઈને જોયા વગર
કોઈ એનું થઇ જાય છે ,
એની દરેક પીડાની
સૌથી પહેલી એને ખબર થઇ જાય છે ,
એને ફક્ત એક વાર જોવા
દિલ બેકરાર થઇ જતું હોય જયારે ,
સન્મુખ આવીને તમારી
એ પરિચય આપ્યા વગર ઓઝલ થઇ જાય છે ......
===================================
No comments:
Post a Comment