ચાલો આજે મૌનને ઓળખીએ ,
બહુ શબ્દ લખાયેલા છે એના પોત પર ,
બધા ચોખ્ખા ચોખ્ખા નહાયેલા ધોયેલા ,
મોજું જતા રહ્યા બાદની ભીની રેતી પર લખાયેલા ...
શબ્દોને ચિંતા ક્યાં છે એના આયુષ્યની ક્યારેય ???
એને સંભાળવાની ચિંતા તો આપણી છે ને !!!!
બસ બીજા મોજાનું આગમન અને ફરી
નિતાંત મૌનનું સામ્રાજ્ય !!!!
બહુ બોલકું છે તોય એને મૌન કેમ કહે છે ???
ત્યાં શોર નથી પણ તોફાન છે ..
લાગણીઓનું તોફાન ભીની ભીની ઝીણી ઝીણી !!!
કંતાઈને આવે છે મનની ચારણીમાં
અને બસ મનના પ્યાલામાં ઉતરતી જાય છે ...
આ મનનો પ્યાલો તો દિલ નામના શહેરમાં રહે છે ....
નાનકડો તોય ક્યારેય ભરાતો નથી ......
છલકાતો રહે છે પણ ઢોળાતો નથી ....
અને બસ એની ભીનાશથી
પલળતી આંખો ,પલળતું મન ,
અને ઓશીકું ,અને હથેળી મારા હાથની ...
એ મૌન એટલે કે જાણે
ફૂલની પાંખડી પર બેઠેલું શિયાળાનું ભીનું ઝાકળ !!!!!

No comments:
Post a Comment