ક્યાંક કોઈ અચાનક બુમ પાડીને સંતાઈ જાય છે ,
જાણે કોઈ અજાણ્યું નામ બોલાઈ જાય છે ,
અવાજ એનો પરિચિત લાગે છે જન્મોથી ,
બસ આંખો આગળથી ચેહરો સંતાઈ જાય છે ....
એ બૂમમાં સળવળે છે સ્મૃતિઓ અગણિત ,
જુદાઈના વર્ષો વેઢા પર ગણાઈ જાય છે .....
વર્ષોના પડળ ઢાંકી નથી શકતા સ્મૃતિઓના આલેખ ,
બસ એક લહેરખી આવે ક્યાંકથી ,
અને સૌ પડદાઓ ઊંચકાઈ જાય છે ......
હજી બધી વાત એટલી જ તાઝગી જગાવે છે
વર્ષો બાદ પણ તારી અઢળક યાદો
પલકભરમાં ઉભરાઈ જાય છે ......
કેમ છૂટી ગયો હતો સાથ આપણો એ નથી જાણવું ,
પણ વર્તમાનનું સરનામું પુછાઇ જાય છે .....
કશું કહી નથી શકતા એકબીજાને
બધા શબ્દો હોઠને ઉંબરે અટકી જાય છે ...
મારે ઘેર ચા પીવા ચાલોને
એ આમંત્રણ અચાનક અપાઈ જાય છે ...
જાણું છું તને ચા નહોતી ભાવતી તો પણ ...
અને તું કહે છે :
તારાથી જુદા પડીને
મેં ચા પીવાની શરુ કરી દીધી એ દિવસથી .......
જાણે કોઈ અજાણ્યું નામ બોલાઈ જાય છે ,
અવાજ એનો પરિચિત લાગે છે જન્મોથી ,
બસ આંખો આગળથી ચેહરો સંતાઈ જાય છે ....
એ બૂમમાં સળવળે છે સ્મૃતિઓ અગણિત ,
જુદાઈના વર્ષો વેઢા પર ગણાઈ જાય છે .....
વર્ષોના પડળ ઢાંકી નથી શકતા સ્મૃતિઓના આલેખ ,
બસ એક લહેરખી આવે ક્યાંકથી ,
અને સૌ પડદાઓ ઊંચકાઈ જાય છે ......
હજી બધી વાત એટલી જ તાઝગી જગાવે છે
વર્ષો બાદ પણ તારી અઢળક યાદો
પલકભરમાં ઉભરાઈ જાય છે ......
કેમ છૂટી ગયો હતો સાથ આપણો એ નથી જાણવું ,
પણ વર્તમાનનું સરનામું પુછાઇ જાય છે .....
કશું કહી નથી શકતા એકબીજાને
બધા શબ્દો હોઠને ઉંબરે અટકી જાય છે ...
મારે ઘેર ચા પીવા ચાલોને
એ આમંત્રણ અચાનક અપાઈ જાય છે ...
જાણું છું તને ચા નહોતી ભાવતી તો પણ ...
અને તું કહે છે :
તારાથી જુદા પડીને
મેં ચા પીવાની શરુ કરી દીધી એ દિવસથી .......
No comments:
Post a Comment