Sunday, March 25, 2012

ફક્ત ઝાકળ ....

કહે છે કે વરસાદ એક બુંદ બુંદ બની ટપકે છે ,
કહે છે એક આંસુ પણ બુંદ બુંદ બની ટપકે છે ,
કહે છે એક મહાસાગર પણ એક બુંદ બુંદ બની ટપકે છે ,
કાલે એક રાત વરસી ઝાકળ બની ,
ના કોઈ બુંદ હતી પણ એક ભીનાશ એક ઠંડક બની ટપકતી રહી .........
કુદરતને એકાન્ત જોઈએ મન સાથે વાતો કરવા ,
આપણે કેમ કોઈનું એકાંત ખૂંચવી લઈએ હક કરીને ,
રાત્રીની ફરિયાદ છે રાત્રે ટકોરા મારે છે કોઈ
મારું એકાંત ચોરી જાય છે ...........
ચલ રાત...આજે એક વાયદો તને ....
એક કાંચની દીવાલને પેલે પર તું હોઈશ
આ પર હું હોઈશ ,અને કાચ હશે એકાંત ....
સ્પર્શ વિહોણું ,શબ્દ વિહોણું ..

ફક્ત ઝાકળ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ