Wednesday, February 29, 2012

૨૯ ફેબ્રુઆરી .....૨૦૧૨

આજે વર્ષનો ૩૬૬મો દિવસ
એક અનાયાસ મળી ગયેલો
સોનાનો ટુકડા  જેટલો આનંદ આપી જશે ...
એવો દિવસ જેને કોઈ લાડ નથી લડાવતા
તો ય રિસાય વગર આવી જાય દર ચાર વર્ષે ....
આજે કવિતા સંતાઈ ગયી છે શરમાઈને ..
અને એકલો અટૂલો ફરી રહ્યો છે
આપણા કેલેન્ડરના ફલક પર
એક પાનું બનીને ......
રોજ જેવો ઉગેલો દિવસ
રોજની જેમ આથમી જશે ....
હાલને આજે એને ગળે મળીને કહી દઈએ
તને મળીને બહુ ખુશી થઇ ...
ચલ મોં મીઠું કરી લઈએ ....
૨૯ ફેબ્રુઆરી .....૨૦૧૨ 

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ