Friday, February 24, 2012

શબ્દોના સાજોસામાન ...

કહેવું નથી કશું પણ કહેવાઈ જાય છે ,
શબ્દો સંતાડેલા ગજવામાંથી બહાર ડોકાઈ જાય છે ,
થોડા ચંચળ બની જાય છે જયારે હથેળીમાં સંતાઈ જાય છે ,
ક્યારેક પાણીના પ્યાલામાં ડૂબી પીવાઈ જાય છે ....
આ શબ્દો પણ છે ને !!!!
રોજ નવી ભુલભુલામણીમાં મને રમાડી જાય છે .....
શબ્દો રસોડામાં રોટલી બની શેકાતા શેકાતા ,
ઘી લગાડીને ખવાઈ પણ જાય છે ,
કેટલાક શબ્દો સહેલાઈથી ખીચડીની જેમ પછી જતા હોય છે ,
કેટલાક પેટની જેમ દિલને તરફડાવી જાય છે ......
શબ્દો તો ખેલાડી છે મોટા ,
આ દુનિયાના રંગમંચ પર કેટલા ખેલ દેખાડી જાય છે ,
આ શબ્દો પાસે વ્યક્તિ હારી જાય છે ,
અને ખુદના શબ્દો ક્યારેક જગતને હરાવી જાય છે .....
સૌથી સસ્તા  છે આ શબ્દોના સાજોસામાન ...
એક નાનકડી કલમ ,એક સ્યાહી અને એક કોરો કાગળ ,
પણ સૌથી મોંઘેરા એહ્સાસોને એ કાગળ પર ઉતારી
અમરત્વ પ્રદાન કરી જાય છે .........
આ શબ્દો ...બસ શબ્દો ...બસ કોઈને જીવાડી જાય છે ...
હસાવી જાય છે ,રડાવી જાય છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ