ક્યારેક કોઈ મને ગમતા વિચારો પહેરીને આવે ,
ક્યારેક કોઈ રંગો મારા જીવનને એમ રંગાવે ,
જેમ કૃષ્ણની વાંસળી પર ગોપી સુધબુધ ગુમાવે ,
બસ એના વિચારોમાં એક સ્વપ્ન માળ ગુંથાવે ....
નથી કોઈની ચાહ હવે જીવનમાં ,
કૃષ્ણ સંજીવની બને અને મીરાંના ઝેર અમૃત બનાવે ,
ક્યાં કોઈ શોધે એ કાન્હાને વન વન માં ,
એ તો તમારા હૈયા મધ્યે જ પોતાના સ્થાન બનાવે ....
No comments:
Post a Comment