Friday, July 18, 2014

રેનકોટ

જુઓ જુઓ સૂરજે રેનકોટ પહેર્યો વાદળોનો ,
 ભીંજાયેલો  કાળા કેશકલાપ ખંખેરે વાદળો ,
અરે અરે અરે જુઓ ને વરસાદ પડ્યો પડ્યો ,
નેવા થી સડસડાટ પડે છે છાપરા પર કુદીને ,
છાપરા પર તબલાની  થિરકત વગાડતો ,
સ્કૂટરની જેમ ગીઅર પણ બદલાતી  ગતિથી  ચાલે જોને ,
ક્યારેક ખળભળાવે ધીન્તાક કરતો ,
ક્યારેક તો 10ની સ્પીડે ગાડી ચલાવે ,
ટક ટીપ ટીપ ટક વિવિધ ગતિએ સાંભળ્યા કરું ,
બસ ચોમેર અપાર શાંતિ છે આ ભીની બપોરે ,
શાંત સડકો કાળું પરિધાન કરી હસે છે ,
કિનારે કિનારે જાણે ભરેલા પાણીની બોર્ડર વાળી એક સાડી ,
બસ મારો શ્વાસ અને ઉચ્છવાસ પડઘાય છે ,
પરિવર્તિત થયા કરે છે વર્ષાની  બે ધાર વચ્ચે .
સાંભળું છું મૌન નું સંગીત વરસાદની વાંસળી સાથે ,
આંખો બંધ થઇ જાય છે અને અને ,
બારી ની બહાર નીકળેલી હથેળી પર ,
ભીનાશની નૌકા થનગને છે વાછટ ની રમઝટ પર ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ