Wednesday, September 20, 2023

ઓળખાણ

 જાણીતા સૌ અક્ષરો અજાણ્યા બની ગયા,

કાલે હતા સંબંધોથી લિપ્ત સ્વજનો,

આજે ઓળખાણથી પણ વિમુખ થઈ ગયા

કોણ કહે છે કે આપણે એકલા જીવી નથી શકતા

લોકોના ટોળામાં પણ હવે જુઓને એકલા થઈ ગયા.

Tuesday, December 12, 2017

કૃષ્ણ

કોઈક સ્વર ગુંજે છે વાંસળીનો ,
જ્યારે કૃષ્ણ ને વિચારું છું ...
મોહમય એ સ્વર માં મોહ ભૂલી જાઉં છું ,
આ દેહનો અણુ અણુ કૃષ્ણ કૃષ્ણ પોકારે છે,
આ સાંજ છે કે પ્રભાત વિસરી જાઉં છું.
નિનાદ ઝરણા નો છે કે છે ઘૂઘવતો સાગર ,
આંખ બંધ થાય છે અને સમાધિમાં સરી જાઉં છું .....

Friday, September 25, 2015

હાઈકુ

દિલ તૂટ્યું ને
ઘા હજી તાજો છે ,
યાદો વિસારું ?????
=================
નથી જોઈતી  ,
તારા વગર ભલે ,
દુનિયા મળે  ...
-----------------------------
કાંટા વાગે છે ,
ફૂલ મેળવવાને
દર્દ સહીએ  .......
=================
રાત કહે છે ,
રાત બેઠી સાંભળે ,
અંધારી વાતો  .....
----------------------------
નથી બોલવું ,
પણ અબોલા મને
પચતા નથી  ....
=================
પેલો ચંદ્ર છે
તારા ચહેરા જેવો ??
 તું એના જેવી ???


Sunday, September 13, 2015

ભ્રમ

અરે મારાથી જૂઠ ના બોલાયું ,
ભલે તારું દિલ વીંધાયું ,
ભલે કહે તું મને બેવફા ,
પણ પ્રીત પરાણે  શેં થાય એ તને ના સમજાયું  ....
મને કોઈ પ્રમાણ નથી મળ્યું ,
નથી કોઈ ઇજન મારા તરફથી ,
શેં ભ્રમ તને થયો એ
કે તારા નજરના તીરથી મારું દલડું વીંધાયું ????
એક જૂઠને એક જન્મારો જીવાડવું ,
એ તને દુઃખી  કરશે એ મને સમજાણું ,
એટલે અત્યારે બેવફા ભલે કહે તું મને ,
મેં તને ક્યારેય પ્રેમ નથી કર્યો એ તને સમજાણું ??????

Friday, April 24, 2015

અજાણી ગલીમાં ,

અજાણ્યા શહેરની અજાણી ગલીમાં ,
એક જાણીતી સુગંધ અનુભવાઈ  ,
શોર બકોર પણ હતો ત્યાં પણ  ,
તો એક અવાજમાં પરિચિતતા ડોકાઈ  ....
હું તો શહેર થી અજાણ હતો  ,
પણ પગથારે પરિચિતતા સ્પર્શાઈ  ...
કોઈક તો છે જે મને ઓળખે છે અહીં  ,
કોઈક તો છે જેને મારી વાટ છે અહીં  ,
કોઈ હૃદય ધબકે છે મારા માટે અહીં પણ  ,
કોઈકના શ્વાસ અહી ચાલે છે ફક્ત મારે કાજે  ...
ભૂલી ગયો હતો ભવાટવીમાં બધું  ,
લીસી ચાંદીની સડક લોભાવી ગયી હતી  ,
બેલેન્સ બધી બેન્કોમાં તગડું કર્યું હતું  ,
પણ તોય ભુલાઈ કેમ ગયું એતો પરદેશ હતું ????
આજે ભૂલથી ઊંચકાઈ ગયેલા ફોન પર 
સામે કોઈનો સંદેશ હતો 
આવી જાવ જલ્દી એક ઘરડીમાંની આંખડીમાં
 તારી પ્રતીક્ષાનો વાસ હતો  ...
હવે જાણીતા ગામમાં બધું અજાણ્યું થઇ ગયું લાગ્યું  ,
ત્યારે દોડીને ભેટી પડેલી માવડીના ખોળામાં શાંતિનું રાજ્ય હતું  .....

Tuesday, December 2, 2014

સ્મિતનું સરનામું

કોઈ સ્મિતનું સરનામું શોધી લાવો ને !!!
સ્મિત ભર બઝારે ભૂલું પડ્યું છે  ...
નાનું શું બાળ ના બોલતા આવડે  ,
આમ તેમ આમ તેમ જોતું ફર્યું છે  ...
બાળકના ચેહરા પર હસતું હતું એ  ,
પ્રિયાના હોઠે પણ મલપતુ હતું  ,
માંની આંખો માં અંજાયેલું સદાય  ,
મરદ ની મૂછોમાં મલપતુ હતું એ  ...
આંસુ નું નામ હોય તો સરનામું આંખનું  ,
નયનને ઝરુખે  હિંચકતું હતું એ  ,
શરમની લાલીના શેરડા મહીં 
પાંપણ પછીતે સંતાતું હતું એ   ....
હૈયામાં હેત હોય 
આનંદનો ઉભરો વર્તાય દિલ ભરીને  ,
હૈયામાંથી હોઠની કેડી સુધી દોડતું આવે  ,
કોણે કહ્યું કે સ્મિતનું સરનામું હોઠ હતું  ,
એ તો આનંદ છલકાવતું હૈયું જ હોય ને !!!!

Saturday, November 15, 2014

અચાનક

અચાનક બધું ખાલી ખાલી લાગે છે  ,
છે ભીડ લોકોની બહુ ઘરમાં ,
તોય જાણે પારકું લાગે છે ,
રાહ નથી તો પણ કોઈ આવતું લાગે છે  ...
જાણે આકાશને તાકતા એમ જ
મેઘધનુષ્ય દેખાય છે  ,
કાળા વાદળ તો ક્યાંય નથી ,
પણ એ આભે ટાંકેલું લાગે છે  ...
મનને ક્યાં ક્યારેય મૌસમની સરહદ હોય  ,
એને તો ભર ઉનાળે પણ  ચોમાસું હોય  ...
એક પળ વિતાવવી યુગો જેવી લાગે ,
તો પણ સૂરજના ઢળતા જ સાંજ લાગે  ...
થાકેલું નથી શરીર તોય
રાત્રે ઓશીકે માથું મૂકતા જ વિશ્રામ લાગે  ...
બહુ ચાલતા રહ્યા લોકોની ભીડ વચ્ચે  ,
ઓરડાના એકાંતમાં જાણે મન મસ્તી માં ગુલતાન લાગે  ...

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ