Saturday, January 11, 2014

ટીખળ

શબ્દો બેઠા બેઠા ટીખળ કરતા હતા ,
મેં એમને દોર થી બાંધી દીધા ,
તો જુઓ ને નટખટ કાન્હા ની જેમ ,
પતંગ બની ઉડી નીકળ્યા આકાશે  ...!!!!
કોઈ લીલા કોઈ લાલ કોઈ નીલા કોઈ પીળા  ....
કોઈ નાના કોઈ મોટા ,
દોરના રથ પર સવાર થઇ નીકળી પડ્યા  ,
કહેતા હતા આકાશ સાથે વાતો કરવી છે  ...!!!
નાજુક દોરને સહારે મોટું અભિયાન હતું  ...
પણ ડોલતા ડોલતા આમતેમ ,
મિત્રોને પણ ભેટી પડતા હતા  ,
ત્યારે એક શબ્દ ખરી પડતો  ,
એક શબ્દ મહાલતો આકાશે   ...
એક જમીન પર આવતો સંજોગોના ઝાંખરે ભરાતો ,
બાળકની આંગળીએ વિટાતો ,
કે પછી ઝાડની ડાળે વિશ્રામ કરતો  ,
મારી કલમ સાંજે બેસી ,
રહી ગયેલા શબ્દોની ફીરકી કલમમાં વીટી લેતી  ....
કેટકેટલું વણ કહ્યું શબ્દોમાં ધરબાઈ ગયું ???
કૈક વહી ગયું કૈક રહી ગયું કૈક નવું મળ્યું  ...
પણ પાગલ મન જતું રહ્યું ત્યાં અટકેલું કેમ ????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ