Thursday, January 23, 2014

મને હું જ મળી ગયી ....

એક ધુમ્મસ ભરી બપોરે ,
બારીના કાચ પાછળથી દુનિયા જોવી છે ,
આ હાથમાં પકડેલો ચા નો કપ ,
એમાંથી ઉઠતી વરાળ
વિવિધ આકારો રચતી
નાકને તીવ્રતા થી શ્વાસ અંદર ભરવા
ઇજન આપે છે ,
એ ઇજન મળતા જ એક મોટા સબડકા સાથે
એક ઘૂંટડો જાણે અંદર પેટ સુધી પહોંચતા અનુભવાય છે  ...
બસ દૂર સુધી નિરર્થક તાક્યા  કરવું  ..
પેલી એકલી અટૂલી પડેલી કાબરની કિલકારી ,
પેલા પેટ ફુલાવીને ફરતા એકલદોકલ કબૂતર  ...
ઘડીકમાં ઉગતો તડકો ,
ઘડીકમાં આથમતું ધુમ્મસ ,
અને ઠંડા પવનની એક લહેરખી સાથે ,
આખા શરીર માં ફરી વળતું એક લખલખું ,
પોતાને અંદરથી અનુભવવાનો એક અનુભવ  ...
ધીમે ધીમે પીવાતી એ ચા
ધીમે ધીમે ખતમ થતી ચા  ...
એની ઘટતી ઉષ્મા અને વધતી સંતૃપ્તિ  ...
બસ આ એકલતા બસ છે  ...
જોને ફરી વાર મુલાકાત થઇ ગયી  ..
મને હું જ મળી ગયી  ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ