Monday, December 9, 2013

આપણે બે નામ હતા એક જીવ હતા .....

કહેતા કહેતા ચુપ થઇ ગયેલી નજરનું ઇજન હતું ,
ક્યારે આપણે મળેલા એનું તમને સ્મરણ હતું  ...
એ સમજણ નવી ઊગ્યાનું મંથન હતું ,
બસ સુગંધ પણ ઉગી શકે છે એ મન ઉદ્યાન હતું  .
બેઉ બેઠેલા પાસ પાસે પણ અડો અડ નહોતા ,
દૂર હતા સ્પર્શથી પણ શ્વાસ સંભળાય એટલા નજીક હતા  .
ખાલી ખાલી આવેલા જયારે મળ્યા હતા આપણે ,
છુટા પડ્યા ત્યારે તો લાગણીથી છલોછલ હતા  ...
એક બીજાના સંપર્ક સૂત્રો નહોતા માંગવા પડ્યા આપણે  ,
પેલા નીલગીરીના વૃક્ષના થડ પર કોતરેલા બે નામ હતા  ....
બસ લખવા પડતા નથી પ્રેમપત્રો આપણે  ,
સ્મૃતિ ના પૃષ્ઠ પર રોજ લખાતા એકબીજા ના નામ હતા  ...
પ્રેમ કરાતો નથી પણ જીવાય છે હૃદય માં રહીને પણ  ,
ન બંધાયેલા દોર વગરના આકાશે ઉડતા પતંગ હતા  ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ