Tuesday, September 17, 2013

કદાચ .. .કદાચ .... !!!!!!!!!!

આ કાગળ કોરો કોરો સ્પર્શે છે ,
કહે છે કે એમાં લાગણી થી,
ભીના ભીના શબ્દો છે !!!
જેને વાંચતા રડી પડાયું ,
એ વાર્તા તો સાવ વિરક્ત હતી ,
એક પણ પાના પર ભીનાશ નહોતી !!!
શું લાગણીઓ સાવ કોરી ધાકોર હશે ???
અને ફક્ત આપણું હૃદય જ
સંવેદનને સંકેલી ને રાખતું હશે ???
આ આંખોનો શો સંબંધ છે ,
આ બધું દિલ થી વાંચે અને
અને ..
અશ્રુઓ થી પલાળી દે છે
આ રૂમાલ ..
મીઠી લાગણીઓ થી છલોછલ આંસુનો સ્વાદ
ખારો ખારો કેમ ???
કદાચ .. .કદાચ ....
લાગણી પણ દરિયા જેવી અસીમ છે એટલે ???

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ