Thursday, July 4, 2013

કહું કે ના કહું ???

અરે કહું કે ના કહું ???
પેલી જ વાત કે તમે
કે તમે મને પહેલી વાર ક્યાં મળ્યા
છે મને હજી ય એટલું જ યાદ ...
પણ તોય કેવી રીતે કહું
કે તમે મોડા પડ્યા ,
જીવનના પગથારે હવે ચાલી નીકળી છું ,
કોઈના નામની ચુંદડી પહેરી ,
એટલે હવે એ મુલાકાત
પેલા રેશમી રૂમાલમાં લપેટીને
ગામના પાદરમાં  આવેલા
પેલી ખાંભીની પાછળના પથ્થર નીચે ,
દફનાવી દીધી છે ...
બસ એટલે જ તમને નથી ઓળખવા
કેમકે તમારી સાથે ઉભેલી પેલી
તમારી જીવનસાથીને તમે આપેલ કોલ
મારે મન  પણ મોલ છે અનમોલ ...!!!!
નાં તમને ક્યાંય જોયા હોય એ યાદ નથી ...
એ યાદ નથી જ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ