Thursday, June 27, 2013

આકાશ જયારે પ્રેમપત્ર લખે ત્યારે ???

આકાશનો પ્રેમપત્ર લખવાનો સામાન એટલે વાદળ !!!
આકાશની કલમ એટલે વાદળમાં પાણી !!!
આકાશનો પ્રેમ પત્ર લખતા એને વહાલ ઉભરાય ત્યારે ?
ત્યારે ધોધમાર ઝડી વરસે ધરતી પર ...
આકાશ પ્રેમ પત્ર લખતા શરમાય ત્યારે ?
ત્યારે મેઘધનુષ્ય રચાય વાદળ પર ...
આકાશ ધીરે ધીરે ધરતીના કાનમાં મીઠું બોલે ત્યારે ?
ત્યારે રીમઝીમ રીમઝીમ ચુપચાપ છાંટા રેલાય ...
આકાશ જયારે શરમાઈ જાય ત્યારે ?
ત્યારે પવનનો ઘૂંઘટ ઓઢી વાદળ દૂર ભાગી જાય ...
આકાશની કલમમાંથી સ્યાહી રેલાય ત્યારે ???
ત્યારે ફૂલો અને  પર્ણ પર બુન્દોની રંગોળી રચાય ...
આકાશનો પ્રેમપત્ર ધરતી ને પહોંચે ત્યારે ??
ત્યારે ધરતી રુમઝુમ રુમઝુમ કરતી નાચતી જાય ...
ત્યારે ધરતી ના રૂંવે રૂંવે હરિયાળી લહેરાય ...
ત્યારે મોર ઝાંઝર બાંધી નૃત્ય કરવા બેતાબ થાય ...
ત્યારે કોયલના ટહુકા શરમાય ..
ત્યારે દેડકાનાં ગાનનો પણ ગુંજારવ સંભળાય ...
ત્યારે કાગળની હોડી પર બચપનની સહેલ થાય ...
ત્યારે છત્રીની નીચે પણ ભીંજાવાય ...
ત્યારે આકાશનો પ્રેમપત્ર ચોરાઈ જાય
ત્યારે એ ચોરાયેલો પત્રનો શબ્દે શબ્દ
પ્રેમ કરતા દરેક જણને પણ વાંચી જાય ....
આકાશ જયારે પ્રેમપત્ર લખે ત્યારે ???
ત્યારે બારી માંથી પડતી એ વાછટને ખોબે ભરી ,
એક કવિતા લખાતી  જાય ......

2 comments:

Anonymous said...

સરસ!

Preeti tailor said...

thank you very much ..khub khub aapna kimati abhipray badal ...

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ