Thursday, June 20, 2013

બારી બહાર

બારી બહાર તાકતી મારી આંખો
એક દિવસ એક પ્રશ્ન  જુએ છે બારી પર ,
હું કોણ છું ?? તારા માટે ??
હું હંસી પડું છું ...
અને એને પૂછી બેસું છું :
તને ક્યારેય  ભૂખ નથી લાગતી ???
તને કોઈ તરસ નથી ??
તું એક જ જગ્યા એ કંટાળી નથી જતી ??
તને ફરવાનું મન નથી થતું ???
શિયાળો તને બરફની જેમ જમાવતો નથી ??
ઉનાળો તને સળગાવતો નથી ??
ચોમાસામાં ભીંજાતી નથી તું ??
તને વીજળીની બીક નથી લાગતી ???
તને તારા જીવન પર અસંતોષ નથી ????
તને ક્યારેય ઘડી ભર સુવાનું મન નથી થતું ???
તું ક્યારેય ખુશ થઇ છે ??
તને ક્યારેય દુ:ખ થયું છે ??
તને ક્યારેય મરી જવાનું મન નથી થયું ??
તને કોઈ વાત નો ઇન્તઝાર નથી હોતો ???
તું ક્યારેય ચિંતા નથી કરતી ???
ક્યારેય તું સફળ થઇ છે ??
તું ક્યારેય નિષ્ફળ થઇ છે ???
બારી મને વચ્ચે રોકીને હસી પડી ...ખડખડાટ ... :D
ના મને એવું ક્યારેય નથી થતું ....
કારણકે હું મનુષ્ય નથી ...
બસ હું તો તારી અને દુનિયા વચ્ચે તમને જોડતી એક કડી છું ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ