Thursday, May 16, 2013

પ્રકૃતિના ખોળે ...

તડકો જયારે સવાર થઇ ને આવે છે ,
જાણે લાગે છે બેઉની દોસ્તી સદીઓથી છે ...
======================================
સૂરજને કોઈ વાર પૂછી જોયું છે ?
તું દાઝતો નથી આટલી આગથી !!!!
======================================
તડકાના પગલે પગલે પડછાયો ચાલે છે ,
પડછાયાને ક્યારેય અંધકાર સાથે દોસ્તી જોઈ ???
======================================
ઝાડના છાંયડામાં બેસીને ગરમી પણ સુસ્તાઈ લે છે ,
ઝાડ ઢાલ બનીને ઉભું રહે છે તડકા સામે જયારે ...
======================================
બસ ઝાડની ફરિયાદ છે એના પગ દુખે છે ઉભા ઉભા,
એનું ઢળી પડવું એ એનું મૃત્યુ છે એની છે એને જાણ ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ