Thursday, May 9, 2013

મનને વેકેશન...

ચાલો આ મનને વેકેશન પર મોકલીએ ,
એ કંટાળી ગયું છે ,રોજ રોજના નિત્યક્રમ થી ,
એને આ ચાર દીવાલો ,આ શહેર રસ્તાઓ થી દૂર ,
કોઈ ધૂળ વાળી પગદંડી પર ફરવું છે .......
ચાલો બધું ભૂલી જઈએ ,
હું કોણ છું ???
હું ક્યાં છું ???
હું શું કરું છું ???
 કૈક એવું કરીએ જે કરવાની ઈચ્છા
મન માળીયે ધૂળ ખાતી પડી છે ....
કૈક એવું કરવું છે જે કરીને
એક યાદ એવી બને કે જયારે
મનનું બારણું ખોલી ડોકાય
અને ચેહરો આપણો
ખીલખીલાટ કરતો હસી જાય ...
ચાલો મનને વેકેશનને લઇ જઈએ ,
અને સાથે આપણે પણ એ પીકનીક પર જઈએ !!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ