Friday, April 26, 2013

બસ દૂર સુધી

કોરા કાગળના ખેતરમાં
અક્ષરો વાવ્યા
અને ભર ઉનાળે ભીંજવતી
કવિતાઓ ઉગી નીકળી ....
એને લીલા લીલા ફૂલ આવેલા ,
એના પીળા પીળા પાન હતા ...
ભ્રમરના ટોળા ને વિશ્રાંતિ હતી ,
પતંગિયાઓની
આરામ ફરમાવાની અદા હતી ...
મૌનના એકાંતમાં હતા એ બધા
કે એકાંતે મૌન પાળેલું એ સમજાયું નહિ ...
કદાચ શબ્દો શરમાતા હતા ,
કે મૂક ગોષ્ઠી કરતા હતા નજરોથી ????
બસ દૂર સુધી એક ખેતરમાં
કવિતાના મોલ લહેરાતા હતા .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ