Saturday, April 6, 2013

એ સહજ છે ,સરળ છે....

એ સહજ છે ,સરળ છે ,
છતાય સમજાય નહીં એટલી અકળ છે ,
એ ધરતી ,જેના ગર્ભમાં છે રહસ્ય અકબંધ ,
એ સળગે છે , ભીંજાય છે અને પછી ,
અને પછી એ રહસ્યો ભોંય ફાડીને ફૂટે છે
એક કુંપળ બની એ રહસ્ય બીજની ,
લાગણીથી સિંચાતી ક્યારેક કરમાતી ,
ક્યારેક બળી જતી તો ક્યારેક ફોરમતી
એ અથાગ લાગણીઓની એક કુંપળ
ધરતીના માથે એક વૃક્ષ બનવાનું
નસીબ લખાવીને રહે એટલી જીદ્દી છે ....
એની ડાળીયો એનું થડ એના પર્ણ વિશેષ ...
એના ફૂલ એના ફળ બધા જ ..બધા જ ...
વિવિધ સ્વરૂપે એને છતી કરે છે ,
પણ એતો છતાય એટલી જ અકળ ...
હજીય ...એટલી સહજ અને સરળ .....
તને સમજવાની કોશિશ શાને ,
બસ તને જે સ્વરૂપે મળી જાઉં
એ રીતે માણવાની એક રાહ મળી છે ...
બસ તારા ઘટાદાર છાંયડામાં
બે ઘડી આંખ મળી જાય છે ત્યારે
વૃક્ષના મૂળ નજીકના દર માંથી એક કીડી
દાણો લેવા નીકળે છે એની સખીઓ સાથે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ