Wednesday, April 24, 2013

ક્યારેક મૂડ અને મૌસમની જેમ ...

ક્યારેક  મૂડ અને મૌસમની જેમ
મને પણ મજાક કરવાનું મન થઇ જાય ,
આ ચૈતર વૈશાખની વેળાએ
મને તડકા સાથે પ્રેમ થઇ જાય ....
ખુલ્લી પાની રાખી પગની ,
ડામરની સડક પર દોડવાનું મન થઇ જાય ....
તરસ્યા ગળે કલાકો સુધી
પાણીનો વિરહ વેઠવાનું મન થઇ જાય ....
ક્યાં ડાહ્યું ડમરું થઈને મન બેસી રહે આ છાંયડે ???
એને પણ સંતાયેલ કોયલ શોધવાનું મન થઇ જાય !!!!
પેલી ધૂળની ડમરી ઉડે છે ઉંચે ઉંચે
એને પણ આકાશ સાથે હસ્તધૂનન કરવાનું મન થઇ જાય !!!
ધરતીને દીસુ હું નાચતી અને કુદતી કાયમ ,
એને પણ એકાંતમાં
તડકા સાથે પ્રેમ ગોષ્ઠી માંડવાનું મન થઇ જાય ...!!!
શૂન્યતા ભરીને બપોરે સૂરજ સાવ સહજ થઇ જાય છે ,
એને પણ બધા થી દૂર થોડું એકાંત માણવાનું મન થઇ જાય !!!
હું બારીમાંથી હાથ લંબાવી બહાર પહોળી હથેળી કરું ,
મારા નાનકડા ખોબામાં મને પણ તડકો ભરી પીવાનું મન થઇ જાય ....!!!
શરુ થયો હતો મજાક મજાકમાં આ કવિતાની જેમ ,
પણ અંજામે પહોંચતા મને પણ આ તડકા થી પ્રેમ થઇ જાય !!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ