Wednesday, April 3, 2013

મારે તને નથી કહેવું ...

સુની છે મારી સાંજ તારા વગર
પણ મારે તને નથી કહેવું ...
સ્વપ્નનું પાણી મૃગજળ સમ ભાસે છે ,
પણ મારે તને નથી કહેવું ....
ચાંદમાં તારો ચહેરો દેખાય છે ,
પણ મારે તને નથી કહેવું ....
દિવસે પણ અંધારું લાગે છે પથ પર ,
પણ મારે તને નથી કહેવું ....
જે આંખ પર દિલ તારું પાંપણે ઝૂલતું હતું ,
આજે ત્યાં અંધકાર અહર્નિશ વ્યાપ્ત
પણ મારે તને નથી કહેવું .....
તું મને બેવફા કહે ,તું મને તુચ્છકારે ,
તું મને છોડી જાય એ જ ઈચ્છા છે મારી હવે ,
એનું કારણ છે જે સત્ય તું નહીં ઝીરવી શકે ,
એટલે જ તો મારે તને નથી કહેવું ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ